l
slogan
c
Home | Install Gujrati Fonts
www.modhbrahminraj.org
 
r
c c
(1). નરેશભાઈ દવે(B.E.CIVIL) ઓફીસ- U-14 નેપ્ચ્યૂન ટાવર, જલારામ પેટ્રોલ પંપ સામે કાલાવડ રોડ રાજકોટ M. 9426165214 R. 2571756 Email. naresh_dave_stu@yahoo.com (2). PUSHPANJALI SOFTWARE CITY (ALL TYPE OF SOFTWARE) PANDYA BAKUL 305 SAPPHIRE COMPLEX,DR.YAGNIK ROAD,SARVESHWAR CHOWK,RAJKOT-1 M.9898019299 O.3046368 EMAIL. pushpanjalisoftwarecity@yahoo.co.in (3). જે.બી.સેલ્સ બ્યુટી પાલર્ર,તથા કોસ્મેટીક ને લગતી દરેક આઈટમ હોલસેલ વેપારી ટાટા કંપની ના વિમા તથા રોકાણ માટે મળો.પ્રો.જાનીભાઈ 9898445248,9427731130(4). "નિદૉષ યોગ અને નિસગૉપચાર" કેન્દ્ર વા,સાંઘા,કમર,ઘુટણ ના દુઃખાવા,ગેસ,કબજીયાત,વજન ઘટાડવા,અન્ય હઠીલા રોગોની નરેન્દ્ર જે.પંડયા(D.M.E.C.N.Y.S.)M:9426206257 EMAIL->nidosh.naturo@yahoo.co.in (5).જય એન્રપ્રાઈઝ એન્ડ ઝેરોક્ષ પ્રો.યોગેશભાઈ જાની કલર ઝેરોક્ષ / લેમીનેશન /મોબાઈલ એસસિરઝ. U-1 જયુબેલી ચેમ્બર ઢેબર રોડ (વન વે) આલ્ફેડ હાઈસ્કુલ પાછડ,રાજકોટ
c c
c
 
c
 
 
શ્રી ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન
મીલપરા મેઈન રોડ, રાજકોટ P#&___Z
સને P!)Z5 પહેલાં સામાન્ય રીતે બ્રાહ્મણોનો વ્યવસાય યજમાનવૃતિ, ખેતી અને થોડું પણ સંસ્કૃત જાણી અને કર્મકાંડ કરતા હતાં, અને ઘણે ભાગે ગામડાઓમાં જ વસવાટ હોઈ અભ્યાસમાં આગળ વધવાની રુચિ અને સંજોગો ઉજળા ન હતાં.
સને P!)Z5  પછી થોડાં કુટુંબોએ શહેર તરફ વસવાનું શરું કર્યું, જેમાં મોરબી, જામનગર, રાજકોટ શહેર મુખ્ય હતાં. એ સમયે રાજકોટમાં ટ્રેનીંગ કોલેજ હતી, તેનો લાભ ગામડાઓમાંથી આવી કેટલાંક ભાઈઓએ લીધેલ, તે વખતે સ્ટેટમાંથી સ્કોલરશીપ મેળવી ટ્રેનીંગ કોલેજમાં આવતાં. આ પૈકીમાંથી ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં સિનીયર થવાનો ચાન્સ શ્રી ભવાનીશંકર શંકરજીભાઈ દવે, સરપદડવાળાને આશરે !)Z&qZ* માં પ્રાપ્ત થયેલ.
તેઓશ્રી સિનીયર ઉપાધી પ્રાપ્ત કર્યા પછી ત્રણ વરસ સુધી શિક્ષક તરીકેની સેવા આપી, તેઓ સંસ્કૃત, ગુજરાતી અને ગણિત વિષયમાં નિપુણ હતાં. તેઓને અભ્યાસમાં ખૂબ જ રુચિ હતી.
ત્યારબાદ તેઓશ્રી કરાંચી જઈ વ્યાપાર ક્ષેત્રમાં જોડાયાં, પરંતુ પોતાની જ્ઞાતિનાં બાળકોને વધુ અભ્યાસ અને વિદ્યા પ્રાપ્ત થાય તે હેતુ એ તેઓશ્રીએ વિદ્યોતેજક મંડળની સ્થાપના કરી અને જ્ઞાતિના મુખપત્ર મોઢેન્દુ માસીકના તંત્રી પદે સેવા આપી ત્યારબાદ તેઓશ્રી મુંબઈમાં આવી વસ્યા અને મુંબઈમાં વિદ્યોતેજક મંડળની સ્થાપના કરવામાં આવી. જેમાં શ્રી મયાશંકર મકનજી દવે, શ્રી રામજી કેશવજી દવે, શ્રી કલ્યાણજી મુળજી દવે, શ્રી શંકરલાલ ડોસાલાલ દવે તથા અન્ય જ્ઞાતિ ભાઈઓનાં બહોળા વસવાટવાળા શહેરોમાં આ વસ્તુ સ્થિતીની જાહેરાત કરવામાં આવી અને આ અંગે વિજ્ઞપ્તીઓ બહાર પાડવામાં આવી અને સાથોસાથ દેશમાં વસતા ખેલશંકર પ્રાણજીવન ત્રિવેદી તથા હરિશંકર કાનજી ત્રિવેદી (પંચનાથ મંદિર, રાજકોટ) અને અન્ય જ્ઞાતિજનોએ ગામડામાં આ પ્રવૃતિ ખૂબ જ રસપૂવર્ક ઉપાડી અને વિદ્યાક્ષેત્રે આગળ આવવાની પ્રેરણા આપી. આ જ પરિણામે મુંબઈમાં શ્રી મુગટરામ શામજી પંડ્યાની આગેવાની નીચે વિદ્યોતેજક મંડળની સ્થાપના થઈ અને મુંબઈમાં વસતા જ્ઞાતિબંધુઓએ ખૂબ જ સહકાર આપ્યો.
આ અથાગ ફલશ્રુતિની પ્રેરણાથી રાજકોટ ખાતે શ્રી ઉમિયાશંકર બેચરલાલ જોશી,
શ્રી મગનલાલ ઝીણાભાઈ પંડ્યા, શ્રી નંદરામ શામજી ભટ્ટ, શ્રી દેવનંદ મીઠારામ દવે, શ્રી દુર્લભજી જીવરામ પંડ્યા, શ્રી હરીશંકર કાનજી ત્રિવેદી અને અન્ય જ્ઞાતિજનોએ મળીને વિદ્યોતેજક મંડળની સ્થાપના કરી.
આ વિદ્યોતેજક મંડળની સ્થાપના બાદ ગામડામાં રહેતાં જ્ઞાતિજનોનાં બાળકોને રાજકોટમાં રહી અને ઉચ્ચ વિદ્યાભ્યાસ પ્રાપ્ત થાય તેવી પ્રવૃતિ તથા વિદ્યાભ્યાસની સગવડતા પુરી પાડવાનો રાજકોટમાં વસતા જ્ઞાતિજનોએ વિદ્યાર્થીભૂવન બાંધવા માટે તા. 5q!!q!)#! નાં રોજ નામદાર રાજકોટ સ્ટેટ પાસે જમીન મળવાની અરજી કરી અને નામદાર રાજકોટ સ્ટેટ પાસેથી રૂ. Zq__ના ચો. વાર. ના ભાવથી મીલપરામાં જમીન ચો.વાર. !__Zv*v_  કુલ રૂ. Z__5v(v!!પાઈથી ખરીદી વિદ્યાર્થી ભુવનનું પ્રથમ પગથિયું શરૂ કરેલ હતું. આ રકમ મુંબઈ રાજકોટ અને કરાંચી મંડળે આપેલ હતી.
આ જમીન તા. 15-1-1932 માં ખરીદ કરવામાં આવી અને ત્યારબાદ જ્ઞાતિબંધુઓને વિદ્યાર્થી ભુવન ઉભું કરવા જીજ્ઞાસા થઈ અને આ કાર્ય હાલનાં વિદ્યાર્થી ભુવનનાં આદ્યસ્થાપક, કેળવણીકાર, સંનિષ્ઠ સેવાભાવી, વૈદરાજ શ્રી વિશ્વનાથ મીઠારામભાઈ દવે એ આ કાર્ય ઉપાડી લીધું. અને સ્વખર્ચે શહેરોમાં તથા ગામડાઓમાં ઘેર ઘેર જઈને વગર વિશ્રાંતીએ ફરીને ભંડોળ એકત્ર કર્યું તેમજ તે સમયનાં પોતે પોતાનાં રૂ. 5_!v__નો ભવ્ય ફાળો પણ અર્પણ કર્યો. જ્યાં સુધી ભંડોળ એકઠું ન થાય ત્યાં સુધી ખુલ્લાં પગે રહેવાની ટેક રાખી અને રૂ.!Z થી !5 હજાર એકિત્રત કર્યાં.
આ જ સમયમાં શ્રી દામજીભાઈ અંબારામભાઈ જોશીએ રાજકોટની લોહાણા બોર્ડીંગમાં જ્ઞાતિનું સંમેલન માટે જગ્યા અપાવવાનાં પ્રયત્નો કર્યા અને સમસ્ત જ્ઞાતિનું સંમેલન આ જગ્યાએ બોલાવવામાં આવ્યું. જેમાં ગામના તથા બહારગામના જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી.
મળેલ સહાયની રકમમાંથી વિદ્યાર્થી ભુવનનું બાંધકામ શરૂ કરવામાં આવેલ. અને સને 19-5-1934 નાં રોજ શ્રી ગૌરીશંકર હરીશંકર ત્રિવેદીનાં હસ્તે ઉદઘાટન વિધિ કરવામાં આવેલ.
ઉપરોક્ત ભુવનનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મૂળ ખેંગારકાનાં શ્રી જીવરામભાઈ હરજીવનભાઈ દવેએ ઘી-દુધ ન લેવાની પ્રતિજ્ઞા રાખેલ અને આ તપ ફળ્યું અને જ્ઞાતિજનોને ઈશ્વરકૃપાથી શુભ ફળ પ્રાપ્ત થયું. અને આમ, વિદ્યાર્થી ભુવનની શુભ શરૂઆત થયેલ જે સને 1936 સુધી સારી રીતે ચાલી.
વૈદરાજ વિશ્વનાથ મીઠારામભાઈ દવે તથા મહાશંકરભાઈ અકાળાવાળાએ પૂરી જહેમત સાથે વિદ્યાર્થી ભુવનની શરૂઆત કરી પરંતુ આ ભાઈઓને પોતાના વ્યવસાય અર્થે બહારજવાનું થયેલ તેથી આ કાર્ય શ્રી હરીશંકર કાનજીભાઈ ત્રિવેદીએ ઘેર ઘેર જઈ અનાજ મેળવી કાર્ય શરૂ કરેલ, પરંતુ આર્થિક સંકડામણને લીધે વ્યવસ્થા લાંબો સમય ટકી નહીં. અને 1937 થી 1949 સુધી નાણાંકીય મુશ્કેલીને કારણે ભુવન સારી સ્થિતીમાં ચાલી શક્યું નહીં. પરંતુ બહારગામથી આવતાં વિધ્યાર્થીઓને રહેવાની ઉતારા તરીકે સગવડતા આપવામાં આવતી. તે દરમ્યાન સને 1939 માં શ્રી જીવરામભાઈ શંકરજીભાઈ દવે મુંબઈથી આવી રાજકોટમાં સ્થાયી થયાં. અને તેઓએ વિદ્યાર્થી ભુવનની સ્થિતી અંગે જ્ઞાતિજનોની વારંવાર મીટીંગો બોલાવી અને ચર્ચા વિચારણા કરી અને સને 1949 માં શ્રી વૃજલાલ જટાશંકરભાઈ ત્રિવેદીનાં પ્રમુખ સ્થાને જ્ઞાતિજનોનાં સહકાર થી વિદ્યાર્થી ભુવન ફરીથી શરૂ કરવામાં આવેલ. વિદ્યાર્થી ભુવનનાં પહેલાં પ્રમુખ શ્રી રામજીભાઈ શામજીભાઈ ભટ્ટ એ સને 1949 થી ભુવનને પોતાની સેવાઓ આપેલ અને તેઓએ ઝરીયા, કલકત્તાનાં અગ્રગણ્ય વેપારીઓ પાસેથી સારું એવું ભંડોળ એકત્ર કરી આપેલ અને તેઓએ પોતાનો કિંમતી સમય ભુવનની સેવા માટે આપેલ. વિદ્યાર્થી ભુવનનું પ્રથમ બંધારણ ટ્રસ્ટ ડીડ તા. 8-2-1958 તથા તા. 9-2-1958 સર્વ જ્ઞાતિજનોની વિદ્યાર્થી ભુવનમાં મળેલ પરિષદમાં પસાર કરવામાં આવ્યું.
વિદ્યાર્થી ભુવનની ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નં. એ-741, તા. 20-11-1963 થી નોંધણી ચેરીટી કમિશ્નરશ્રી, રાજકોટમાં કરાવવામાં આવેલ.
ત્યારબાદ દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ ભુવનનું મકાન ટૂંકુ પડવા લાગ્યું તેમજ રાજકોટમાં જ્ઞાતિ ભાઈઓનો વસવાટ વધતાં શુભાશુભ પ્રસંગે જગ્યાની જરૂરીયાત ઉપસ્થિત થતાં ભુવનની કાર્યવાહક કમિટીઓ ઉપરનાં ભાગમાં માળ બાંધી અને વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા અને નીચે જ્ઞાતિનાં પ્રસંગો માટે સગવડતા રાખવી તેવો નિશ્ચય કરી ભંડોળ એકઠું કરવાની શરૂઆત કરી.
વિદ્યાર્થી ભુવનનાં લાભાર્થે રાજકોટમાં પંચનાથ મહાદેવનાં પટાંગણમાં શાસ્ત્રી શ્રી છેલશંકર કુંવરજી ત્રિવેદી તથા શ્રી હેમશંકર હરીશંકર ત્રિવેદીનાં આચાર્ય-ઉપાચાર્ય પદે તા. 7-3-1965 થી તા. 14-3-1965 સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે આચાર્યશ્રીઓએ નિસ્વાર્થ સેવાઓ આપેલ.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ, જરીયા તરફથી ભુવનને શ્રી જીવરામભાઈ શંકરજીભાઈ દવે મારફત 30 પલંગ અને 1 રૂમ માટે રૂ. 6001-00 નો ફાળો પ્રાપ્ત થયેલ.
શ્રી દુર્લભજીભાઈ ત્રિભોવનભાઈ દવે તથા કમિટીનાં મેમ્બરોએ ગામેગામ જઈ ફાળો એકત્રિત કરવાની કાર્યવાહી પોતાનો કિંમતી સમય આપીને કરી જેમાં જ્ઞાતિજનોનો ખૂબ જ સાથ અને સહકાર સાંપડ્યો જેનાં ફલ સ્વરૂપે ભુવનનાં ઉપરનાં નવા મકાનનું ઉદઘાટન તા. 30-10-1966 નાં રોજ કરવામાં આવેલ અને આ બાંધકામમાં શ્રી સુમનભાઈ દુર્લભજીભાઈ દવે સીવીલ એન્જીનીયરશ્રીએ પોતાની ઈજનેરી જ્ઞાનની સેવાઓ આપેલ સાથે શ્રી પ્રાણલાલ જગજીવનભાઈ પંડ્યા સીવીલ એન્જીનીયરશ્રીએ પણ સેવાઓ આપેલ.
દિન પ્રતિદિન રાજકોટ શહેરમાં જ્ઞાતિજનોની શુભાશુભ પ્રસંગે વાડીની જરૂરિયાત ઉપસ્થિત થતાં વાડી બનાવવાનું રમણીકલાલ મગનલાલ પંડ્યાનાં અધ્યક્ષસ્થાને સમિતિ સહકારથી નક્કી કરાયું અને જ્ઞાતિજનોમાં આ માટે ફાળો એકત્ર કરવાનું ચાલું કર્યું. જેમાં જ્ઞાતિજનોનો ખૂબ જ સાથ અને સહકાર સાંપડ્યો રૂ. 51,001-00 શ્રીમતી ગુલાલબેન અનુભાઈ વૈદ્ય (દવે), મુંબઈ તરફથી માતબર રકમ ભેટ મળી.
વાડીનાં બાંધકામ વધારવાનો મુખ્ય હેતુ તેની આવકમાંથી વિદ્યાર્થી ભુવનનું રસોડું નિયમીત ચાલી શકે અને કાયમી ભંડોળ એકત્ર થાય તે હતો. નવેમ્બર 1985માં વાડીનું ખાત મુહુર્ત શ્રી રવિશંકર હરિશંકર પંડ્યા, રાજકોટનાં શુભ હસ્તે રાખવામાં આવેલ જે બાંધકામ પૂર્ણ થતાં. તા. 25-10-1987 નાં રોજ સં. 2044 નાં કારતક સુદ 5 નાં રોજ ભુવનનાં 50 વર્ષ પૂર્ણ કરવામાં આવેલ.
હાલમાં અત્યારે વિદ્યાર્થી ભુવન પાસે વિદ્યાર્થીઓ માટે તથા વાડી વિભાગની અલગ સગવડ છે.
વિદ્યાર્થી ભુવનનો મુખ્ય હેતુ સ્વજ્ઞાતિનાં ગામડાઓમાં વસતાં તથા પોતાનાં વતનમાં વિદ્યાભ્યાસની સગવડતા ન હોય તેઓ માટે ભુવનમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા સગવડતાઓ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાનાં સ્વૈચ્છીક વિભાગમાં ઉચ્ચ વિદ્યાભ્યાસ મેળવી ડીગ્રી પ્રાપ્ત કરે અને પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી જ્ઞાતિ ઉપયોગી, સમાજ ઉપયોગી અને દેશ ઉપયોગી બની શકે તે હેતુથી આ અસહ્ય મોંઘવારીમાં રહેવા તથા જમવાની સગવડતા સાથે એક સત્રનું રૂ. 700-00 વિદ્યાર્થી દીઠ નજીવી ફી થી સ્વ. જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
ગુજરાતમાં સ્વજ્ઞાતિની સગવડતા આપતી આ એક માત્ર સંસ્થા છે. અત્યારે ભુવનમાં 20 વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધા પ્રાપ્ત છે. જેમાં 18 વિદ્યાર્થીઓ ભુવનમાં રહીને અભ્યાસ કરે છે.
આ ઉપરાંત વિદ્યાર્થી ભુવનનું કાર્યક્ષેત્ર જે સિમીત હતું તે ચેરિટિ કમિશ્નરશ્રી, રાજકોટનાં જા.નં. 2034, તા. 13-5-1993 થી ટ્રસ્ટ ડીડ અને બંધારણની નવી સ્કીમ મંજુર થતાં સ્વજ્ઞાતિ માટે બીજી અન્ય પ્રવૃતિઓ ભુવને હાથ ધરેલ છે. જેવી કે,
1) આર્થિક રીતે નબળાં તેમજ નિસહાય વિધવા બહેનોની મદદ કરવી.
2) સ્વજ્ઞાતિનાં જરૂરિયાતવાળાઓને માનવ સર્જિત કે કુદરતી આફતનાં સમયે રોકડ, અનાજ, કપડાં, ઔષધની સહાય કરવી.
3) જરૂરિયાતવાળા કુટુંબોને તબીબી સહાય કરવી.
આ ઉપરાંત અન્ય સામાજીક અને હેતુલક્ષી પ્રવૃતિઓ પણ ભુવન નવા બંધારણ મુજબ કરી શકે છે.
અત્યારની દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં વિદ્યાર્થી ભુવનનું રસોડું તેમજ અન્ય વાર્ષિક ખર્ચ આશરે રૂ. 1,30,000-00 જેવું થવા જાય છે.
આ ખર્ચમાં ભુવનના બીજા કોઈ વિકાસ ખર્ચનો સમાવેશ થતો નથી. તેમજ ભુવન પાસે ભુવનનાં નિભાવ માટેની કાયમી ધોરણે કોઈ સ્થાયી આવક નથી. એટલે ભુવનને હંમેશા દાનવીર દાતાઓની અપેક્ષા રહે છે. એટલે કે ભુવનને મળેલ દાનની રકમનાં વાર્ષિક વ્યાજમાંથી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર પ્રમાણપત્ર, જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે પુસ્તક સહાય તથા નોટબુક સહાય, વિ. પ્રવૃતિઓ ચાલે છે.
આથી ઉદ્યોગપતિઓ તેમજ વ્યાપારી બંધુઓને આ વિદ્યાધામમાં વિદ્યાર્થી ભુવનનાં ઉત્કર્ષ માટે તેમજ ભવિષ્યમાં પણ વિદ્યાર્થી ભુવન પોતાનાં ધ્યેયને વળગીને અડગ ઉભું રહી શકે તે માટે ઉદાર હાથે, ઉદાર મને દાન કરવાની અપીલ કરવામાં આવે છે.
હાલમાં વિદ્યાર્થી ભુવનનાં ટ્રસ્ટી મંડળ તથા હોદ્દેદારો નીચે મુજબ છે.
ટ્રસ્ટીશ્રીઓ
1)શ્રી  IF[U[XEF. HITL,F, EÎ
2)
3)
4)
5)
હોદ્દેદારો
પ્રમુખ      zL IF[U[XEF. HITL,F, EÎ

ઉપપ્રમુખ �zL GZ[gN=EF. HITL,F, 5IF

મંત્રી        � zL ZD[XRN= plDIFXSZ NJ[

ખજાનચી �zL GJ,XSZ N]UF"XSZ NJ[

ઓડીટર   �zL ULZLXEF. plDIFXSZ HFGL

સહમંત્રી � zL AL5LGRN= DIFXSZ NJ[

 
c c
 
 
 
   
c c
 
 
ઇતીહાસ | રોજગાર | શિક્ષણ | કાર્યક્રમ | મહામંડળ | યુવા પાંખ | વિર્ઘાથી ભુવન | વસ્તી પત્રક | વૈવીશાળ | મહીલા મંડળ | વાડી બુકીંગ | પ્રતિભા પરીચય | દાતા
About Us | Contact Us | Terms & Conditions | Disclaimer
  Copyright 2007-2008. All Rights Reserved. Powered by : Multiicon Site Visited: 45747